Thoughts To Spread Happiness and Motivation

એલાર્મ તો ખાલી અવાજ માટે મૂકીએ છીએ સાહેબ,

બાકી રોજ સવારે

આપણી જવાબદારી જ આપણ ને જગાડે છે….

મોભી  એટલે ……

પરિવારને માથે  લગાવેલો એવો “ટફન ગ્લાસ”

જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે…

દિલ દરિયા જેવડું રાખજો સાહેબ,

નદીઓ સામેથી મળવા આવશે ….

महानता कभी न गिरने में नहीं,

बल्कि हर बार गिरकर उठ जाने में है |

સુખ અને સંતોષ નાં “certificates” સમાજ નાં નહીં સાહેબ….!!!

તમારાં આત્માનાં અને હ્રદય નાં હોવાં જોઈએ…!!!!!

જતુ કરનાર ડરપોક નથી હોતો સાહેબ…

એ તો આવડત છે…  તેની સંબંધ નીભાવવાની.

ધનથી નહીં મનથી ધનવાન બનવુ સાહેબ….”

કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.

સ્કુલ સુધી નો અભ્યાસ  તો ખાલી આપણું 

જનરલ નોલેજ વધારવા માટે છે…

બાકી આપણાં જીવનમાં કામ આવે એવાં પાઠ 

તો દુનિયા ભણાવે છે….

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,

પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!

મુંજવણ સાથે દોડવું એના કરતા,

સમજણ સાથે ધીમું ધીમું ચાલવું સારું.

દુનિયા નો નિયમ છે જ્યાં સુધી

કામ છે ત્યાં સુધી નામ છે,

નહિ તો દૂર થી સલામ છે સાહેબ…..

જિંદગીના અમુક વળાંકો એવા હોય છે,

જ્યાં સમજણ અને સત્ય હોવા છતાં

નિર્ણય લઇ શકતો નથી !!

રૂપિયા અને માણસો ની અછત જીંદગી માં,

ઘણું બધુ અને, ભલ ભલું શિખવાડી દે છે સાહેબ…!!!

કોઈ ને સારૂ લાગે તેવું નહીં સાહેબ….!!!

સૌ ને વ્હાલું અને પ્રિય લાગે તેવું બોલો, કેમકે સંસ્કાર અને જીવન નો અરીસો જ તમારી વાણી છે…!!!!

गलतफहमियों के किस्से इतने दिलचस्प है…!!!

हर ईट सोचतीं है कि दिवार मुझ पर टिकी है..!!!

जीवन एक यात्रा है, रो कर जीने से बहुत लम्बी लगेगी…!!!

और हंस कर जीने पर, कब पूरी हो जाएगी, पता भी नहीं चलेगi….!!

સુખ તો સવાર જેવું હોય છે,

માંગવાથી નહીં જાગવાથી મળે છે.!!

મોતી ખોટા હોય તોય તોરણ કરી ટીંગાડીએ….

પણ મોજડી મોંઘી હોય તોય મોભારે ના મુકાય…

શરીર ની કિંમત

ડોકટર ની ફી સાંભળ્યા પછી વધુ સમજાય છે

વીરતા ક્ષમા શાંતિ ને સમૃદ્ધિ થી ચણાયેલી ઈમારત છે,

ગર્વ છે અભિમાન છે કે દેશ મારો ભારત છે!

નિષ્કામ કર્મ ઈશ્વરને ઋણી બનાવે છે. 

ઈશ્વર તેને વ્યાજસહિત દેવા બંધાઈ જાય છે ..

તારા નસીબનું તારા ખાતામાં આપી જ દે છે..

ઈશ્વર ક્યાં આધારકાર્ડ માંગે છે…